Message from Vice - Chancellor

Prof. (Dr.) H.A.Pandya
Prof. (Dr.) H.A.Pandya
Vice-Chancellor , Gujarat University, Ahmedabad, Gujarat

Message

સર્વેને નૂતન વર્ષાભિનંદન,

સાદર નમસ્કાર,

મારી કારકિર્દીમાં છેલ્લા ૨૧ વર્ષથી પણ વધારે સમયથી મને મળેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ શૈક્ષણિક અને મહત્વપૂર્ણ વહીવટી જવાબદારીઓનું નિર્વહન કર્યું. ગુજરાત યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીથી લઈને કુલપતિ બનવા સુધીની સફર ખુબજ પ્રેરક, માર્ગદર્શક અને અનન્ય અનુભવ આપનાર રહી જે માટે હું સમગ્ર વ્યવસ્થાનો ઋણી છું.

સાત દાયકાથી પણ વધારે સમયથી સમાજ જીવનના તમામ મહત્વપૂર્ણ પાસાઓમાં યોગદાન આપી આપણા દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવામાં પણ પાછીપાની ન કરનારા ગૌરવવંતા નાગરિકો આપવામાં અર્થાત તૈયાર કરવામાં ગુજરાત યુનિવર્સિટીનું સ્થાન મોખરાનું રહ્યું છે.

સમયની સાથે જરૂરી યોગ્ય પરિવર્તન અને અપેક્ષિત પ્રગતિકારક બાબતો સાથે તાદાત્મ્ય અને તાલમેલ મેળવી ઉપલબ્ધ સંસાધનો  થકી દરેક વ્યવસ્થાપકો, અધ્યાપકોકર્મચારીઓ, વિદ્યાર્થીઓએ જેતે સમયની પરિસ્થિતિને ધ્યાને લઇને આપેલા યોગદાનથી આજે યુનિવર્સિટીની વૈશ્વિક નામના થઇ છે અને યુનિવર્સિટી કક્ષાએ સોહાર્દભર્યું વાતાવરણ જન્મ્યું છે.

આજે એક વૈશ્વિક ભ્રામક દોડ લાગી છે અને દરેક વ્યક્તિ એકબીજાને પાછળ પાડી દેવાની ગળાકાપ સ્પર્ધામાં મશગુલ છે અને આ માટે તે કઈપણ કરી છૂટવા તૈયાર છે. આવા નકારાત્મક અને પ્રગતિરોધક પ્રયત્નોથી દૂર રહીને સ્વસ્થ પ્રગતિકારક વિચારોને પ્રાધાન્ય આપીયે.

એકબીજા માંથી પ્રેરણા લેવાની અપાર સંભાવનાઓ વચ્ચે મૂળભૂત ક્ષમતા અને તેની જરૂરિયાત ધ્યાને લેવી જરૂરી હોય છે. કોઈના જેવું બનવામાં આપણી પોતાની જ લાક્ષણિકતાઓ  ખોઈ બેસવાની શક્યતાઓ રહેલી હોય છે. એક ઉદાહરણ છે કે "વૃક્ષએ તેની યોનીમાં કલ્પવૃક્ષ બનવાનું છે" અને " હાથીએ તેની યોનીમાં ઍંરાવત બનવાનું છે". પણ જો આપણે વૃક્ષને ઍંરાવત બનવાનું કરીશું તો તે ગંભીર ભૂલ ભર્યું રહેશે અને તેમાં વૃક્ષનું પોતાપણુ એટલે કે તેની મૂળભૂત આત્મા પણ ગુમાવશે.

દરેક વ્યવસ્થાની જરૂરિયાતો તેની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં હોય છે અને તેથીજ તેની સ્થાપના થયેલી હોય છે. અન્યની સાથે સરખામણી કરવાના માપદંડો એકજ પ્રકારના ન હોઈ શકે. જો આમ કરવું જરૂરી હોત તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સંસ્થાનોની સંખ્યા જ વધારી દેવી જોઈએ.  આપણી સ્પર્ધા કોઈ સાથે ના કરતા આપણે આપણી જ ક્ષમતાઓને ઓળખી તેને જ શ્રેષ્ઠતમ બનવાનું આયોજન કરવું જોઈએ. જે એક ઈશ્વરીય વિચાર છે.  

ભૂતકાળની નિષ્ફળતાઓસસ્તી લોકપ્રિયતાનકારાત્મક વિચારધારાહંમેશા ખોટ અને ઉણપને વાગોળવાને બદલે ભવ્ય ભવિષ્યના ઉજળા નિર્માણ માટે વિદ્યાર્થી અને વ્યવસ્થાલક્ષી બની કાર્યરત થઇએ તે આપણા માટે હિતાવહ છે. 

આપણે સમગ્ર યુનિવર્સિટી પરિવાર, ગુજરાત યુનિવર્સિટીના ગૌરવમાં ઉત્તરોત્તર વધારો કરવા કૃતનિશ્ચયી છીએ.

પ્રો. હિમાંશુ પંડ્યા